બોટાદના અમરશીભાઈની ખારેકની ખેતીમાં સફળતા: ઈઝરાયેલી ટેક્નિકથી એક વિઘે એક લાખનું ઉત્પાદન
બોટાદ, 14 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લાના ખેડૂત અમરશીભાઈએ ખારેકની ખેતીમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાગાયત વિભાગના અધિકારીશ્રી પાસેથી મળેલી માર્ગદર્શિકા અને માહિતીના આધારે અમરશીભાઈએ ઈઝરાયેલી જાતિના ખારેકના રોપા મંગ
બોટાદના અમરશીભાઈની ખારેકની ખેતીમાં સફળતા: ઈઝરાયેલી ટેક્નિકથી એક વિઘે એક લાખનું ઉત્પાદન


બોટાદ, 14 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લાના ખેડૂત અમરશીભાઈએ ખારેકની ખેતીમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાગાયત વિભાગના અધિકારીશ્રી પાસેથી મળેલી માર્ગદર્શિકા અને માહિતીના આધારે અમરશીભાઈએ ઈઝરાયેલી જાતિના ખારેકના રોપા મંગાવ્યા અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું.

આધુનિક સિંચાઈ પદ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીના ઉપાયો અપનાવતા તેમણે ખારેકના છોડને યોગ્ય પોષણ અને સંભાળ પૂરી પાડી. પરિણામે માત્ર એક વિઘા જમીનમાં અંદાજીત એક લાખ રૂપિયાનું ખારેકનું ઉત્પાદન મેળવી શક્યા. આ આવક પરંપરાગત પાકોની સરખામણીમાં ઘણી વધારે હોવાથી, આ પ્રયોગથી સ્થાનિક ખેડૂતોમાં નવી આશા જગાઈ છે.

અમરશીભાઈએ જણાવ્યું કે ખારેકની ખેતી ઓછી પાણીની જરૂરિયાત ધરાવે છે અને યોગ્ય સંભાળ રાખવામાં આવે તો ઓછા સમયમાં સારો નફો આપી શકે છે. બોટાદ જિલ્લાના બાગાયત વિભાગે પણ ખેડૂતોને નવીન પદ્ધતિઓ અપનાવી આવકમાં વધારો કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે.

આ સફળતાની કથા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના વૈકલ્પિક મોડેલો માટે પ્રેરણા બની રહી છે અને ખેડૂતોમાં નવી ટેકનોલોજી તથા વિદેશી જાતિઓ પ્રત્યે રસ વધારી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande