પોરબંદર, 14 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી અંતર્ગત રોટરી ક્લબ દ્વારા “અન્નપૂર્ણા કીટ” વિતરણ કરાયું હતું. સ્વતંત્રતા દિવસ તથા જન્માષ્ટમીના પાવન અવસરે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સમાજના તેમજ સભ્યો સાથે જોડાયેલા કર્મચારીઓ અને અન્ય જરૂરિયાતમંદ પરિવારો માટે “અન્નપૂર્ણા કીટ” – ખુશીની ઝોળી પ્રોજેક્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
275 કીટોનું વિતરણ કરાયું હતું. રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત એસ.વી. સોમન ઉપસ્થિત રહ્યા હતા. ઇનર વ્હીલ ક્લબના સભ્યો તથા રોટેરિયન પરિવાર સાથે હાજર રહી જરૂરિયાતમંદ પરિવારોને આ કીટો વિતરીત કરી સેવા કાર્યને સફળ બનાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya