બનાસકાંઠામાં “સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫” અંતર્ગત વિજેતા શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન અર્પણ….
જિલ્લા અને તાલુકા કક્ષાએ, શ્રેષ્ઠ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓને એવોર્ડથી નવાજવામાં આવી
BANASKANTHA MA SAKSHAM SHAALA AWORD


BANASKANTHA MA SAKSHAM SHAALA AWORD


અંબાજી14 ઓગસ્ટ (હિ. સ)સમગ્ર શિક્ષા,

ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ,

બનાસકાંઠા દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા

એવોર્ડ ૨૦૨૪-૨૫ અંતર્ગત આજરોજ કનુભાઈ મહેતા હોલ,પાલનપુર

ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ

કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા

તાલુકાની પી.એમ.શ્રી ઉત્તમપુરા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે,

ભાભર તાલુકાની પી.એમ.શ્રી કુવાળા પે.કેન્દ્ર શાળા દ્વિતીય ક્રમે

તથા ડીસા તાલુકાની શ્રી ધરપડા પ્રાથમિક શાળા તૃતીય ક્રમે વિજેતા બની હતી. જિલ્લા

કક્ષાએ માધ્યમિક વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની મોડેલ ડે સ્કુલ

ઉત્તમપુરા પ્રથમ ક્રમે, ભાભર

તાલુકાની સરકારી માધ્યમિક શાળા, બલોધણદ્વિતીય ક્રમે તથા શ્રી લોક નિકેતન વિનય મંદિર,

લવાણા તૃતીય ક્રમે વિજેતા બની હતી. જિલ્લા

કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં શહેરી કેટેગરીમાં ધાનેરા તાલુકાની શ્રી ધાનેરા

પ્રાથમિક શાળા-૧ પ્રથમ ક્રમે તથા માધ્યમિક વિભાગમાં શહેરી કેટેગરીમાં ડીસા

તાલુકાની.ડી.એન.જે.હાઈ સ્કુલ અને ઓ.એમ.અગ્રવાલ આદર્શ હાઈ સ્કુલ,

ડીસા પ્રથમ ક્રમે વિજેતા બની હતી. જેમાં પ્રથમ ક્રમને રૂ.૩૧,૦૦૦/-,

દ્વિતીય ક્રમને રૂ. ૨૧,૦૦૦/-

અને તૃતીય ક્રમને રૂ. ૧૧,૦૦૦/-

રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં

જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશભાઈ પટેલ, જિલ્લા

પ્રાથમિક શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર ડૉ. વિનુભાઈ પટેલ,

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી,

તમામ ટીપીઈઓશ્રી, મદદનીશ

કેળવણી નિરીક્ષકશ્રી, માધ્યમિક

અને પ્રાથમિક શાળાના આચાર્ય તમામ સીઆરસી કો.ઓર્ડીનેટર,

એવોર્ડ શાળાના આચાર્યશ્રી,SMC સભ્ય

સહિત બહોળી સંખ્યામાં શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande