હેલ્મેટને લઈને CPની શો રૂમ સંચાલકો અને વેપારીઓ સાથે બેઠક.
વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષાને મજબૂત બનાવવા માટે આગામી 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ કાયદાનો કડક અમલ શરૂ થવાનો છે. આ સંદર્ભે વડોદરા પોલીસ ભવન ખાતે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર પોલીસ કમિશ્નર અધ્યક્ષસ્થાને
હેલ્મેટને લઈને CPની શો રૂમ સંચાલકો અને વેપારીઓ સાથે બેઠક


વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષાને મજબૂત બનાવવા માટે આગામી 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ કાયદાનો કડક અમલ શરૂ થવાનો છે. આ સંદર્ભે વડોદરા પોલીસ ભવન ખાતે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર પોલીસ કમિશ્નર અધ્યક્ષસ્થાને રહ્યા હતા. મીટિંગમાં હેલ્મેટના વેચાણ કરતા વેપારીઓ, બાઈક શોરૂમના સંચાલકો તેમજ ટુ-વ્હીલર ડીલર્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટિંગ દરમિયાન પોલીસ કમિશ્નરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શહેરમાં વાહનચાલકોની સુરક્ષા માટે હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત છે અને 15 સપ્ટેમ્બરથી કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. ટ્રાફિક અકસ્માતોમાં માથાના ગંભીર ઇજાઓના કેસ વધતા, હેલ્મેટ કાયદાનો કડક અમલ કરવાની જરૂરિયાત જણાઈ છે.

મીટિંગમાં બાઈક શોરૂમના સંચાલકોને ખાસ સૂચના આપવામાં આવી કે હવે પછી વેચાતી દરેક બાઈક સાથે ફરજિયાત બે ISI માર્કવાળા હેલ્મેટ આપવામાં આવશે. આ પગલું બે-પહિયા વાહનચાલક અને પાછળ બેસનાર બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાયું છે. સાથે જ હેલ્મેટની ગુણવત્તા અને માપ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી ગ્રાહકોને યોગ્ય અને સુરક્ષિત હેલ્મેટ મળી શકે.

પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, આગામી દિવસોમાં ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાશે. હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોને દંડ તેમજ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ સાથે જ પોલીસ વિભાગ જનજાગૃતિ માટે શાળા-કૉલેજોમાં, બજારોમાં અને જાહેર સ્થળોએ કેમ્પેઇન પણ ચલાવશે.

મીટિંગના અંતે તમામ વેપારીઓ અને શોરૂમ સંચાલકોએ હેલ્મેટ કાયદાના અમલમાં સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પોલીસ વિભાગે આશા વ્યક્ત કરી કે આ પ્રયાસ વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો અને નાગરિકોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande