જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં તાજેતરમાં વકીલ મંડળના સભ્યો નિર્મળસિંહ જાડેજા સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં ખોટી રીતે ગુનો દાખલ થયાની અરજી નિર્મળસિંહે વકીલ મંડળને કરી હતી.
જેના અનુસંધાને ગુરૂવારે વકીલ મંડળની મીટીંગ મળી હતી આ મીટીંગમાં વકીલમંડળના નિર્મળસિંહ જાડેજા સામે ખોટી રીતે ગુનો નોંધી આરોપી બનાવવામાં આવ્યા હોય અને તેઓ બનાવના સમયે તે સ્થળે કે હાજર ન હોવા છતાં ફકત અગાઉ તેઓ આરોપી દીવલા ડોનના વકીલ રહ્યા હોવાના કારણે ફરીયાદીએ ખોટા આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી હોય આ મામલે ચર્ચા કરી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ મીટીંગમાં વકીલંડળના પ્રમુખ ભરતભાઇ સુવા, તથા અન્ય હોદેદરો અને મોટી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt