શિહોરમાં ડેન્ટોબેક કંપની ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર રેન્જનો જાગૃતિ કાર્યક્રમ
ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા શિહોર સ્થિત ડેન્ટોબેક કંપનીમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હાજર સ્ટાફ સાથે સાયબર ક્રાઈમના વધતા બનાવો તથા તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અધિકારીઓએ જણા
શિહોરમાં ડેન્ટોબેક કંપની ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર રેન્જનો જાગૃતિ કાર્યક્રમ


ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા શિહોર સ્થિત ડેન્ટોબેક કંપનીમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હાજર સ્ટાફ સાથે સાયબર ક્રાઈમના વધતા બનાવો તથા તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓની રીતો સતત બદલાઈ રહી છે, જેના કારણે દરેક વ્યક્તિએ સાવચેતી અને તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતા સાયબર ગુનાઓ જેવી કે ફિશિંગ, OTP ફ્રોડ, ઓનલાઈન પેમેન્ટ સ્કેમ, સોશ્યલ મીડિયા હેકિંગ અને ખોટા લિંક્સ દ્વારા થતી છેતરપિંડી અંગે ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી. સાથે જ, સંવેદનશીલ માહિતી શેર ન કરવી, અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવો, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી. આ જાગૃતિ કાર્યક્રમનો હેતુ કર્મચારીઓને સાયબર જોખમોથી સુરક્ષિત રાખવાનો અને સાયબર સુરક્ષા અંગે સતર્કતા વધારવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સ્ટાફે સાયબર સાવચેતી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande