જામનગરમાં રિસામણે રહેલી પુત્રવધૂએ સાસરે આવી બઘડાટી બોલાવી
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના એક વૃદ્ધાને રિસામણે ચાલી ગયેલી પુત્રવધૂ અને તેની સાથે આવેલી ત્રણ મહિલાએ ફડાકો ઝીંકી છૂટુ કરી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ મહિલાના પુત્રને પણ ચારેય મહિલાએ માર મારી ગાળો ભાંડી છૂટુ કરી દેવાની ધમકી આપી
ફરિયાદ


જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના એક વૃદ્ધાને રિસામણે ચાલી ગયેલી પુત્રવધૂ અને તેની સાથે આવેલી ત્રણ મહિલાએ ફડાકો ઝીંકી છૂટુ કરી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ મહિલાના પુત્રને પણ ચારેય મહિલાએ માર મારી ગાળો ભાંડી છૂટુ કરી દેવાની ધમકી આપી હતી.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા કોલોનીમાં રહેતા ભારતીબેન બાવચંદ વઢવાણી (ઉ.વ.૬પ) નામના વૃદ્ધા મંગળવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે તેમની પુત્રવધૂ પાયલ ધર્મેશ વઢવાણી તથા ભગવતીબેન, ભૂમિબેન, ગીતાબેન ધસી આવ્યા હતા.

થોડા દિવસથી પાયલબેન રિસામણે ચાલ્યા ગયા હતા. તે પછી મંગળવારે પોતાના પિયરીયા સાથે આ યુવતી સાસરે કપડા લેવા આવ્યા હતા. આ વેળાએ તેઓએ સાસુ ભારતીબેનને મારે છૂટુ કરવું છે તેમ કહેતા અને ભારતીબેને ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રવધૂએ સાસુને ફડાકો ઝીકયો હતો અને તે પછી ભગવતીબેન, ભૂમિ તથા ગીતાએ મુંઢ માર માર્યાે હતો. વચ્ચે પડનાર ભારતીબેનના પુત્ર ધર્મેશને પણ માર મારી આ વ્યક્તિઓએ ગાળો ભાંડી હતી અને છૂટુ કરી દેજો નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ભારતીબેનના વાળ પકડી લીધા હતા.

આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે પુત્રવધૂ સહિત ચારેય મહિલાઓ સામે ગુન્હો નોંધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande