મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લા રોજગાર કચેરી તથા દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે ગોઝારીયા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રોના કુલ ૨૧ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. મેળામાં અંદાજે ૫૦૦થી વધુ રોજગાર ઈચ્છુક યુવાનો ઉપસ્થિત રહ્યા અને પોતાની લાયકાત મુજબની નોકરી માટે અરજી કરી.
કાર્યક્રમમાં નોકરીદાતાઓએ સીધી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા ઉમેદવારોની પસંદગી કરી. ઉદ્યોગ, સેવા, ટેકનિકલ તથા ગેરટેક્નિકલ ક્ષેત્રોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી. રોજગાર કચેરીના અધિકારીઓએ યુવાનોને માર્ગદર્શન આપ્યું તથા ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા.
આ પ્રસંગે સમાજના આગેવાનો અને આયોજનકર્તાઓએ જણાવ્યું કે આવા મેળાઓ દ્વારા યુવાનોને રોજગાર સાથે જોડવાનો હેતુ છે અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેશે. કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થતાં નોકરીદાતા તથા ઉમેદવારો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR