ભરૂચમાં 55 વર્ષની મહિલા વકીલ ઉપર, યુવાન વકીલે દુષ્કર્મ આચર્યું હોવાની એફઆઈઆર
યુવાન વકીલે મહિલાને ફેસબુક ઉપર રિક્વેસ્ટ મોકલી ત્યારબાદ મિત્રતા કેળવી હતી ચા પીવા ગયા ત્યાં પ્રપોઝ કરી મહિલાના ઘરે જમવા જવાના બહાને શરીર સંબંધ બાંધ્યા મહિલાને સોસાયટીના ચેરમેને યુવાનને આવવા દેવાના ના પાડતા સંબંધોમાં પડી હતી તિરાડ મહિલા નિરલ ઠાકોરન
ભરૂચમાં 55 વર્ષની મહિલા વકીલ ઉપર, યુવાન વકીલે દુષ્કર્મ આચર્યું હોવાની એફઆઈઆર


યુવાન વકીલે મહિલાને ફેસબુક ઉપર રિક્વેસ્ટ મોકલી ત્યારબાદ મિત્રતા કેળવી હતી

ચા પીવા ગયા ત્યાં પ્રપોઝ કરી મહિલાના ઘરે જમવા જવાના બહાને શરીર સંબંધ બાંધ્યા

મહિલાને સોસાયટીના ચેરમેને યુવાનને આવવા દેવાના ના પાડતા સંબંધોમાં પડી હતી તિરાડ

મહિલા નિરલ ઠાકોરની ઓફિસે જતા તેની પત્ની સાથે વાત કરતા ફૂટ્યો ભાંડો

ઝગડો થતા યુવાન વકીલે માફી માંગી પરંતુ મહિલાનો ઉપયોગ થયો હોય કરી ફરિયાદ

ભરૂચ 14 ઓગસ્ટ (હિ.સ.)

55 વર્ષીય મહિલા વકીલને તેનાથી નાની ઉંમરના અને પરણિત વકીલે ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી વાતચીત કરી ચા પીવાના બહાને ભેગા થઈ લગ્નની લાલચ આપી અવારનવાર મહિલા વકીલના ઘરે જમવાના બહાને જઈ શરીર સંબંધ બાંધી તરછોડી દેતા મહિલા વકીલે નિરલ ઠાકોર વિરુદ્ધ કાયદેસર ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે.

ભરૂચના ફરિયાદી મહિલા વકીલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા વકીલ અને નોટરી નિરલ ઠાકોરે ડિવોર્સી વકીલ મહિલાને આજથી દસ મહિના પહેલા નવેમ્બર મહિનામાં ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.ત્યારબાદ આ ફેસબુક રીક્વેસ્ટ વકીલ હોવાથી એક્સેપ્ટ કરી હતી અને વાત ચીત કરતા હતા .ત્યારે એક દિવસ કાર્યક્રમમાં ભેગા થયા બાદ ચા પીવા ગયા ત્યારે પ્રપોઝ કરી હતી. બંને વચ્ચે મિત્રતા કેળવાતાં વકીલ નિરલ ઠાકોર મહિલા વકીલના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર દુષ્કર્મમાં આચરી લગ્ન કરીશું તેવું વચન આપ્યું હતુ.તેવામાં મહિલાના ફ્લેટમાં રહેતા ચેરમેન અને સોસાયટીના રહીશો જણાવેલ કે તમે એકલા રહો છો તો આ છોકરો કેમ આવે છે ત્યારે નિરલ ઠાકોર તુ હવે અહીયા મારા ઘરે આવીશ નહી તેમ કહેતા ડખો ઊભો થયો હતો.

ત્યારબાદ નિરલ ઠાકોરના વર્તનમાં ફરક આવતા મહિલા વકીલ એક દિવસ તેની ઓફિસે જતા ત્યાં હાજર મહિલા સાથે પૂછતા તેણે નિરલ ઠાકોરની પત્ની હોવાનું કહેતા અન્ય યુવતી સાથે લગ્ન કરેલા હોય અને પરણિત હોવા છતાં મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોવાનું લાગી આવતા પોલીસમાં ફરિયાદ નોંધાતા વકીલ વિરલ ઠાકોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી કરી હતી.

ભરૂચના નોટરી વકીલ નિરલ ઠાકોર રાજકીય ક્ષેત્રે પણ અનેક સંસ્થાઓમાં અને રાજકીય પક્ષોમાં પણ હોદ્દો ધરાવે છે .જેમાં એડવોકેટ એન્ડ નોટરી વકીલ, સહકાર ભારતીય ભરૂચ ડિસ્ટ્રીક મહામંત્રી, શ્રી રંગ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, ઠાકોર સમાજ સોશિયલ વર્ગ ભરૂચ જિલ્લા ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપના 15 વર્ષથી સક્રિય કાર્યકર તેમજ ભાજપના જિલ્લા લીગલ શેલના હોદ્દેદાર તેમજ અગાઉ સહકારી ભારતીના ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા હોય તેવું તેમની સોશિયલ મીડિયાની પોસ્ટ પરથી જોવા મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande