સીમાડા ખાતે કોમ્પ્યુટર રીપેરીંગની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલ કોમ્પ્યુટર રીપેરીંગની દુકાનમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી.એટલુંજ નહીં દુકાનદારે સવારે દુકાન ખોલવામાટે પહોંચ્યો હતો,ત્યારે જ આ ઘટના બની હતી.ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પા
સીમાડા ખાતે કોમ્પ્યુટર રીપેરીંગની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી


સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલ કોમ્પ્યુટર રીપેરીંગની દુકાનમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી.એટલુંજ નહીં દુકાનદારે સવારે દુકાન ખોલવામાટે પહોંચ્યો હતો,ત્યારે જ આ ઘટના બની હતી.ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ત્યારે આ અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને આગ ઓલવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલ બાપા સીતારામ ચોકમાં સિલ્વર બિઝનેશ હબ છે. જ્યાં ટ્રુ સ્ટાર સેલ્સ એન્ડ સર્વિસ નામથી સીસીટીવી અને કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન આવેલી છે. દરમિયાન આજે સવારે દુકાનદાર દુકાન ખોલવા માટે પહોંચ્યો હતો. ત્યારે દુકાન આગ ફાટી નીકળી હતી.ઘટનાને પગલે સ્થળ ઉપર ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ફાયર એક્સ્ટિંગ્યુસર દ્વારા આગને બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા,પરંતુ સફળતા નહીં મળી હતી. તેમજ ફાયર કન્ટ્રોલને જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. અર્ધો કલાકની જહેમત બાદ આગ સામપુરાણપણે કાબુમાં કરી લેવામાં આવી હતી.જોકે આગને કારણે કોમ્પ્યુટર,એસી,ટેબલ, ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો બળી ગયા હતા,જોકે ફાયર બ્રિગેડના જવાનો દવારા અન્ય કેટલોક સામાન બચાવી લેવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande