અગ્નિવીર વાયુ ભરતી રેલીમાં ,ભાગ લેવા ઈચ્છતા ઉમેદવાર જોગ
ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય વાયુ સેનામાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ૬-એરમેન સિલેકશન સેન્ટર, મુંબઈ દ્વારા ૨૭/૦૮/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન એરફોર્સ સ્ટેશન વડોદરા, દરજીપુરા કેમ્પ ખાતે અગ્નીવીર વાયુ માટે ભરતી મેળાનું આય
અગ્નિવીર વાયુ ભરતી રેલીમાં ,ભાગ લેવા ઈચ્છતા ઉમેદવાર જોગ


ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય વાયુ સેનામાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ૬-એરમેન સિલેકશન સેન્ટર, મુંબઈ દ્વારા ૨૭/૦૮/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન એરફોર્સ સ્ટેશન વડોદરા, દરજીપુરા કેમ્પ ખાતે અગ્નીવીર વાયુ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં ૦૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૦૧ જુલાઈ ૨૦૦૮ ની વચ્ચે જન્મેલા અપરણિત પુરુષ ઉમેદવારો માટે ૨૭ ઓગસ્ટ ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૫ સુધી તેમજ અપરણિત સ્ત્રી ઉમેદવારો માટે ૩૦ ઓગસ્ટ ૨૫ થી ૩૧ ઓગસ્ટ ૨૫ દરમિયાન આયોજન થશે.

અગ્નીવીર વાયુ તરીકે જોડાવા માંગતા ૧૭ થી ૨૧ વર્ષના અપરણિત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો, જે ધો-૧૨પાસ (વિજ્ઞાન પ્રવાહ સિવાયના) ૫૦ કે તેનાથી વધુ ટકાવારી ધરાવતા અથવા ધો-૧૦ પછી ડીપ્લોમાં કે વોકેશનલ પાસ યુવાનો માટે ભરતી યોજાશે.

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો વધુ માહિતી માટે કમાન્ડિંગ ઓફિસર, ૬-એરમેન સિલેક્શન સેન્ટર, લોસ કોમ્પ્લેક્સ, મરાઠા કોલોની, સંતોષીનગર, સાંતાક્રૂઝ (ઈસ્ટ), મુંબઈ, મહારાષ્ટ્ર-૪૦૦૦૫૫ પર સંપર્ક કરવો તેમજ ટેલિફોન નંબર ૦૨૨-૨૩૭૧૪૯૯૨ અને મેઈલ આઈડી defender-royal@gov.in તેમજ website - https://agnipathvayu.cdac.in જોઈ શકે છે. એમ ઈન્ચાર્જ રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande