ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આવી સંસ્થા તરીકેની કાયદાના અમલીકરણ અને નિયમન માટે મુખ્ય સત્તાધિકારી મદદનીશ ચેરીટી કમિશનર ડૉ.ગૌરવકુમાર.જે.મહેતાની અધ્યક્ષતામાં નિકાલ ઝૂંબેશ અંતર્ગત ઝડપી કામગીરી દાખવતા ૩૦/૦૭/૨૦૨૫ના રોજ કુલ ૬૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કેસોનો નિકાલ કાયદા મંત્રી અને કાયદા વિભાગની સૂચના હેઠળ તેમજ સંયુક્ત ચૅરિટી કમિશનર (વહીવટ અને મહેકમ ) ડૉ.યોગીની સીમ્પીના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવ્યો હતો.
મદદનીશ ચેરિટી કમિશનર ઈણાજ દ્વારા, ઝડપી કામગીરી કરતાં નિકાલ કરવામાં આવેલા આ ન્યાયિક કેસોમાં નોંધણી અને ફેરફાર સહિતના કેસોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છેકે, ચેરીટી કમિશનર પાસે ટ્રસ્ટોનું હિત જાળવવાની અને યોગ્ય રીતે વહીવટ થાય તે જોવાની જવાબદારી છે. ટ્રસ્ટના સંચાલનની પાયાની બાબતો અને અધિકારો વિશે ટ્રસ્ટના સંચાલકો, હોદ્દેદારોએ જાણકારી મેળવવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ