જિલ્લાની નગરપાલિકાઓની ‘તિરંગા યાત્રા’માં જોવા મળ્યો દેશભક્તિનો મિજાજ,
કોડીનાર, ઉના, તાલાલા, સૂત્રાપાડા, વેરાવળ ખાતે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
જિલ્લાની નગરપાલિકાઓની ‘તિરંગા યાત્રા’


ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નગરપાલિકાઓ અને વહીવટી તંત્રના સંકલન થી જિલ્લાની કોડીનાર, ઉના, તાલાલા, સુત્રાપાડા, અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાઓ દ્વારા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

આ તિરંગા યાત્રાનો હેતુ દેશપ્રેમની ભાવના પ્રસરાવવાનો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધારવાનો અને દરેક નાગરિકને પોતાના ઘરમાં તિરંગા ફરકાવવાની પ્રેરણા આપવાનો હતો.

કોડીનારમાં કુમાર શાળા થી મ્યુનિ. ગર્લ્સહાઈસ્કૂલ સુધી, ઉનામાં ત્રિકોણ બાગ થી ટાવર ચોક મુખ્ય બજાર વડલા ચોક થી નગરપાલિકા કચેરી સુધી, તાલાલામાં સરદાર ચોક થી ગીરીનામા ચોક સુધી, સુત્રાપાડામાં વિવેકાનંદ વિનય મંદિર શાળા થી હોળી ખાડો ચામુંડા માતાજી મંદિર સુધી, વેરાવળ નગરપાલિકામાં ટાવર ચોક - લાઇબ્રેરી - સટ્ટાબજાર - સુભાષ રોડ - એમ.જી.રોડ - શાક માર્કેટ - ટાવર ચોક સુધી ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી.

આ ભવ્ય તિરંગા રેલીમાં દેશભક્તિ અને શૌર્યસભર ગીતો ગૂંજી ઉઠ્યાં હતાં. તેમજ શાળાના વિદ્યાર્થીઓ આઝાદીના લડવૈયાઓની વેશભૂષા ધારણ કરી હતી.

ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનરશ્રીની યાદીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ભારત સરકારશ્રીના અધિકૃત પોર્ટલ https://harghartiranga.com ઉપર નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તિરંગા યાત્રામાં નગરપાલિકાઓ વિસ્તારમાં અલગ-અલગ જાહેર માર્ગો પર સ્થાનિક નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા મંડળો, સ્વયંસેવક સંસ્થાઓ અને પદાધિકારીશ્રીઓ સહભાગી થયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande