ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં ધીમીધારે વરસાદ નું આગમન થયેલું છે. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારે સુત્રાપાડા પંથકના પ્રશ્નાવડા.લોઢવા, વડોદરા ઝાલા. બાવાની વાવ વાવડી. સુત્રાપાડા શહેર સહિત વિસ્તારમાં માં વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.
લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામતા ખેડૂતો ના જીવ માં જીવ આવ્યો, ત્યારે મૂંઝાતા પાકો ને જીવત દાન મળ્યું. સવાર થી જ વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ નું આગમન થતા ખેડૂતોએ વાવેલ મગફળી સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ