ગીર સોમનાથ, 14 ઓગસ્ટ (હિ.સ.) ઉના લોહાણા મહાજન ટ્રસ્ટ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ 2025 નું ભવ્ય આયોજન લુહાણા મહાજન પ્રમુખ ડો મનોજભાઈ માનસેતાના અધ્યક્ષ સ્થાને જલારામ વાડી ખાતે રાખવામાં આવ્યું હતું એમાં લોહાણા સમાજના જયંતીભાઈ રસિકભાઈ દિનેશભાઈ ભવ્ય ભાઈ ચંદુભાઈ ગુણવંતભાઈ પ્રવીણભાઈ કાંતિભાઈ સહિત અગ્રણીઓની હાજરીમાં 230 થી વધુ છાત્રો કે જે ધોરણ 1 થી 12 તેમજ સ્નાતક તેમજ અનુસ્તાનક વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા.
આ સરસ્વતી સન્માન સમારોહમાં રઘુવંશી સમાજના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા સહ ભાગી થયા હતા તેમજ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સન્માન મળવાથી વિદ્યાર્થીઓમાં પણ ઊષા જોવા મળતો હતો અને સમાજે પણ કાર્યક્રમને આવકાર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ