જામનગરની સરકારી કચેરીઓની ઇમારતોને સ્વતંત્રતા પર્વનો અજવાસ
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં 15 ઓગષ્ટનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સરકારી ઈમારતો પર રોશની કરવામાં આવી છે તથા કેટલીક ધાર્મિક ઈમારતો ઉપર પણ તિરંગાની થીમ ઉપર લાઈટ ડેકોરેશન કરવામાં આવતા ઈશ્વરીય તેજની સાથે જ દેશક્તિનો અજવાસ પણ ફેલાયો છે.
ઇમારતો

શરૂ સેક્શન વિસ્તારમાં આવેલ સેવા સદન - કલેકટર કચેરી, લાલ બંગલા પાસે આવેલ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કચેરી તથા પીજીવીસીએલ કચેરી સહિતની સરકારી ઈમારતો રોશનીથી ઝળહળ છે. જ્યારે ચાંદીબજારમાં આવેલ ચોરીવારા દેરાસર પર તિરંગાની થીમ પર રૌશની કરવામાં આવતા તેની ભવ્યતામાં રાષ્ટ્રપ્રેમની ભાવના પણ ઉમેરાતા સોનામાં સગંધ ભળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

 rajesh pande