મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભાદ્રોડથી જિલ્લા પંચાયત-99 સુધી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર જિલ્લાના મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભાદ્રોડ ગામથી જિલ્લા પંચાયત-99 સુધી દેશભક્તિથી ઓતપ્રોત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો,
મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભાદ્રોડથી જિલ્લા પંચાયત-99 સુધી ભવ્ય તિરંગા યાત્રા


ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર જિલ્લાના મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભાદ્રોડ ગામથી જિલ્લા પંચાયત-99 સુધી દેશભક્તિથી ઓતપ્રોત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલા મંડળો, સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા. હાથમાં તિરંગા લહેરાવતા અને દેશભક્તિના નારા લગાવતા લોકોએ દેશપ્રેમનું અનોખું દ્રશ્ય સર્જ્યું.

યાત્રાની શરૂઆત પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીત સાથે કરવામાં આવી, ત્યારબાદ રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા સૂત્રોચ્ચાર સાથે કાફલો આગળ વધ્યો. માર્ગમાં અનેક સ્થળોએ લોકો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને તિરંગા ધ્વજનું વિતરણ થયું. આ પ્રસંગે વક્તાઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરતાં જણાવ્યું કે તિરંગો માત્ર ધ્વજ નથી, પરંતુ દેશની આઝાદી, ગૌરવ અને એકતાનું પ્રતિક છે. દરેક નાગરિકનો કર્તવ્ય છે કે તે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડે. કાર્યક્રમ અંતે રાષ્ટ્રીય ગાન સાથે યાત્રાનો સમાપન થયો અને સૌએ દેશની સેવા માટે સમર્પિત રહેવાનો સંકલ્પ લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande