સિદ્ધપુરમાં મુડાણા ગામ નજીક બનાવટી નંબર પ્લેટ ધરાવતી ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મુડાણા ગામ નજીક એલસીબી પાટણે નદીના પટમાંથી બનાવટી નંબર પ્લેટ ધરાવતી ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસની નાકાબંધી દરમિયાન ગાડીના ચાલક તેજારામ સારણ અને સલીમખાન મંગલી
સિદ્ધપુરમાં મુડાણા ગામ નજીક બનાવટી નંબર પ્લેટ ધરાવતી ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

સિદ્ધપુરમાં મુડાણા ગામ નજીક બનાવટી નંબર પ્લેટ ધરાવતી ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મુડાણા ગામ નજીક એલસીબી પાટણે નદીના પટમાંથી બનાવટી નંબર પ્લેટ ધરાવતી ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસની નાકાબંધી દરમિયાન ગાડીના ચાલક તેજારામ સારણ અને સલીમખાન મંગલીયા, બંને રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી, પકડાયા.

ગાડીની અસલ નંબર પ્લેટ GJ-01-KZ-0040ની જગ્યાએ બનાવટી નંબર GJ-18-BM-6042 લગાવવામાં આવ્યો હતો. ગાડીમાંથી 2063 બોટલ/ટીન દારૂ મળી આવ્યો, જેની કિંમત 7.25 લાખ રૂપિયા છે. દારૂ, 15 લાખની ફોર્ચ્યુનર, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 22.37 લાખનો મુદ્દામાલ જપ્ત થયો.

પોલીસે વાદળસિંહ વાઘેલા, રાજુભાઇ અને એક અન્ય વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande