જૂનાગઢ 14 ઓગસ્ટ (હિ.સ.) ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નગરપાલિકાઓ અને વહીવટી તંત્રના સંકલનથી, જૂનાગઢ જિલ્લાની માણાવદર, વિસાવદર, બાંટવા, અને વંથલી નગરપાલિકાઓ વિસ્તારમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રાના ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા.
જેમાં નગરપાલિકાઓ વિસ્તારમાં અલગ અલગ જાહેર માર્ગો પર સ્થાનિક નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા મંડળો, સ્વયંસેવક સંસ્થાઓ અને પદાધિકારીઓ સહભાગી થયા હતા. આ યાત્રાનો હેતુ દેશપ્રેમની ભાવના પ્રસરાવવાનો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધારવાનો અને દરેક નાગરિકને પોતાના ઘરમાં તિરંગા ફરકાવવાની પ્રેરણા આપવાનો હતો.
માણાવદરમાં સીનેમા ચોકથી દિવાનપરા ચોકથી પોલીસ સ્ટેશન ચોકથી ગાંધીચોક સુધી સુધી ભવ્ય તિરંગા રેલી, દેશભક્તિ ગીતો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર જેવી પ્રવુતિઓ યોજવામાં આવેલ અને મહાનુભવો અધિકારીઓ અને શાળાઓના વિધાર્થીઓ સાથે જોડાયા હતા.
વિસાવદરમાં નગર પંચાયત હાઇસ્કુલ થી મેઇન બજાર રામજી મંદિર થી સરદાર ચોક સુધી સુધી ભવ્ય તિરંગા રેલી, દેશભક્તિ ગીતો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર, અને હર ઘર સ્વચ્છતાના સંદેશ પહોચે જેવી પ્રવૃતિઓ યોજવામાં આવી હતી.
બાંટવામાં મારૂતિ સ્કુલ થી રૂદ્ર આર્કેડ થઇ પ્યાસા ચોક, શિવાજી ચોક, ઘાસપીઠ ચોક, હવેલી ચોક થઇ પરિશ્રમ સ્કુલ સુધી સુધી ભવ્ય તિરંગા રેલી, દેશભક્તિ ગીતો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર જેવી પ્રવુતિઓ યોજવામાં આવ્યો હતો. વંથલીમાં ડો.બાબા સાહેબના સ્ટેચ્યુ થી મેઇન બજાર થી રબારીવાડ થી નવદુર્ગા ચોક થી પટેલ ચોક થી સ્ટેશન દરવાજા સુધી ભવ્ય તિરંગા રેલી, દેશભક્તિ ગીતો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર જેવી પ્રવુતિઓ યોજવામાં આવી હતી.
ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનરશ્રીની અખબારી યાદીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ભારત સરકારશ્રીના અધિકૃત પોર્ટલ https://harghartiranga.com ઉપર નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ