ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) માંગરોળ તાલુકાના સામરડા જતા રસ્તા પર આવેલ સાબલી નદી પરનો પુલ હાલ ચોમાસાની ઋતુમાં નુકસાન પામેલ છે. આ પુલ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવો હિતાવહ જણાતો ન હોય જેથી તમામ પ્રકારના વાહનો માટે રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે.બી.પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ માંગરોળ તાલુકાના સામરડા રોડ સાબલી નદી પર આવેલ બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે.
ઉક્ત રસ્તો બંધ થવાથી માંગરોળથી સામરડા અને સામરડાથી માંગરોળ તરફ જતા વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તા તરીકે સામરડા- મેખડી- આજક નેશનલ હાઈવે ૫૧ માધવપુર અને માધવપુર- પાતા- સરમા- સામરડાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તારીખ ૧૦/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ