જૂનાગઢ 14 ઓગસ્ટ (હિ.સ.) આરસીસી રોડની કામગીરી શરૂ હોય વાહનો માટે વૈકલ્પિક રુટ જાહેર કરાયો. વિસાવદર શહેરમાં સરદાર સ્ટેચ્યુ થી કનૈયા ચોક મેઈન રોડ તેમજ રામજી મંદિરથી રેલવે સ્ટેશન સુધી આરસીસી રોડની કામગીરી હાલ ચાલુ છે. જેથી સરદાર સ્ટેચ્યુ થી કનૈયા ચોક મેઈન રોડ સુધીના રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવાનું જાહેરનામું જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરદ્વારા પ્રસીદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ કનૈયા ચોક થી સરદાર સ્ટેચ્યુ સુધી આવતા જતા વાહનો માટે વૈકલ્પિક રૂટ તરીકે સતાધાર તરફ જતા તમામ વાહનો મોણિયા થઈ સરસઈ ગામથી સતાધાર અને ધારી તરફથી આવતા સતાધાર જતા તરફ જતા વાહનો કાલસારી ગામથી તાલુકા સંઘ થઈ સતાધાર તરફના રૂટ પરથી પસાર કરવાના રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૧૦/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ