ONGCમાં નોકરીના નામે, 8 લાખની છેતરપિંડી કરનાર પાટણમાં ઝડપાયો
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણમાં ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી 8 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી દીપ રાજેશકુમાર મોદીને એક વર્ષ બાદ પોલીસે મીરા દરવાજા પાસે પરથી ઝડપી લીધો છે. તેની સામે IPC કલમ 406, 420, 465, 468, 472 અને 120(B) હેઠળ ગુનો નોંધાયો છે.
ONGCમાં નોકરીના નામે 8 લાખની છેતરપિંડી કરનાર પાટણમાં ઝડપાયો

પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણમાં ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી 8 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી દીપ રાજેશકુમાર મોદીને એક વર્ષ બાદ પોલીસે મીરા દરવાજા પાસે પરથી ઝડપી લીધો છે. તેની સામે IPC કલમ 406, 420, 465, 468, 472 અને 120(B) હેઠળ ગુનો નોંધાયો છે.

ગત વર્ષે 27 ઓગસ્ટે આરોપીએ ONGCમાં ભરતી ચાલી રહી હોવાનો ખોટો દાવો કરી, પાટણની ગીરજા મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં નર્સ તરીકે કાર્યરત રાખીબેન જોશીના દીકરા સાવનને, નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. આ માટે તેણે બનાવટી નોકરી ઓર્ડર અને મેરિટ લિસ્ટ બનાવી વોટ્સએપ મારફતે મોકલી રાખીબેનનો વિશ્વાસ જીત્યો હતો.

આરોપીએ રાખીબેન પાસેથી ચેક દ્વારા કુલ 8 લાખ રૂપિયા મેળવી લીધા હતા. પોલીસે તેને ઝડપી બી ડિવિઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande