બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ સાથે અખંડ ભારતનો સંદેશ
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં આજે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચેતનભાઈ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સામાજિક કાર્યકર દીપકભાઈ મકવાણા, ભરતભાઈ વ
બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ સાથે અખંડ ભારતનો સંદેશ

બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ સાથે અખંડ ભારતનો સંદેશ

બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ સાથે અખંડ ભારતનો સંદેશ

પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં આજે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચેતનભાઈ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સામાજિક કાર્યકર દીપકભાઈ મકવાણા, ભરતભાઈ વારેચા અને પ્રતિકભાઈ પરમાર વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. મહેમાનોનું સુખડ અને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું.

15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે 100 વિદ્યાર્થીઓએ માનવ રચિત અખંડ ભારત અને તિરંગાની કૃતિ બનાવી તથા તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ડૉ. ચેતનભાઈ પ્રજાપતિએ અખંડ ભારત વિષે માર્ગદર્શન આપીને સંગઠિત રહેવા અને ભેદભાવ વિના સાથે રહેવાનું મહત્વ સમજાવ્યું.

કાર્યક્રમના અંતે સામાજિક કાર્યકરો દ્વારા તમામ વિદ્યાર્થીઓને અડધો ડઝન ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande