જામનગર તાલુકાના ગામોમાં ખેતમજૂરોના મોબાઈલ ચોરી
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના રણજીતપર ગામમાં એક ખેતરમાંથી બે શ્રમિકના ત્રણ મોબાઈલ ચોરાઈ ગયા છે. જ્યારે મોટી લાખાણી ગામમાં એક ખેતરમાંથી ત્રણ શ્રમિકના ત્રણ મોબાઈલ ઉપડી ગયા છે. જામનગરના રણજીતપર ગામમાં લાલાભાઈ ચીખલીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકા
મોબાઈલ ચોર


જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના રણજીતપર ગામમાં એક ખેતરમાંથી બે શ્રમિકના ત્રણ મોબાઈલ ચોરાઈ ગયા છે. જ્યારે મોટી લાખાણી ગામમાં એક ખેતરમાંથી ત્રણ શ્રમિકના ત્રણ મોબાઈલ ઉપડી ગયા છે. જામનગરના રણજીતપર ગામમાં લાલાભાઈ ચીખલીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજ પુર જિલ્લાના વતની સોરબત કલમસિંગ અજનાર નામના શ્રમિકનો રીયલમી કંપનીનો મોબાઈલ ગયા શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં ખેતરમાંથી ચોરાઈ ગયો છે. તે ઉપરાંત વિશ્રામ નામના આસામીનો ટેકનો કંપનીનો એન્ડ્રોઈડ ફોન કી-પેઈડવાળો સાદો ફોન પણ કોઈ શખ્સ ઉઠાવી ગયો છે. પંચકોશી એ ડિવિઝનમાં સોરબત અજનારે ફરિયાદ કરી છે.

જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં મહાવીરસિંહ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના મડુભાઈ સોમસીંગ બામણીયાનો વીવો કંપનીનો મોબાઈલ શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં મોટી લાખાણીમાંથી ચોરાયો છે. જયારે અંકેશ ગેનીયા મોહનીયા નામના શ્રમિક ઉપરાંત સુકેલીયા કાપસીંગ મહિડાનો ફોન પણ ચોરાઈ ગયો છે. પોલીસે કુલ રૂ.ર૭ હજારના છ મોબાઈલ ચોરાઈ ગયાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande