વરાછામાં ખુશી જવેલર્સના મલિક સાથે 5.40 લાખની છેતરપિંડી
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં એકે રોડ પર હિંમતનગર સોસાયટીમાં ખુશી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વેપારીને બે ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. જેમાં તેમના પરિચિત મારફતે જ સંપર્કમાં આવેલા બંને ઈસમોએ પોતાના દાગીના છોડાવવા માટે રૂપિયા 5.40 લાખ લીધ
વરાછામાં ખુશી જવેલર્સના મલિક સાથે 5.40 લાખની છેતરપિંડી


સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં એકે રોડ પર હિંમતનગર સોસાયટીમાં ખુશી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વેપારીને બે ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. જેમાં તેમના પરિચિત મારફતે જ સંપર્કમાં આવેલા બંને ઈસમોએ પોતાના દાગીના છોડાવવા માટે રૂપિયા 5.40 લાખ લીધા બાદ એક પણ રૂપિયો પરત નહીં આપી અને દાગીના પણ નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 5.40 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછા ખાતે મહાદેવ નગર સોસાયટી ની બાજુમાં આવેલ પશુપતિનાથમાં રહેતા મીહીરભાઈ દીપકભાઈ પટેલ વરાછામાં એકે રોડ પર હિંમતનગર સોસાયટી ખાતે ખુશી જવેલર્સ નામની દુકાન ધરાવે છે. તેઓ પાર્ટનરમાં લાલજીભાઈ સાથે જવેલર્સનો વ્યવસાય કરે છે. આ દરમિયાન તારીખ 9/11/2024 ના રોજ તેમના ભાગીદાર લાલજીભાઈ પર તેમના ઘર પાસે રહેતા વલકુભાઈ સાંડસુર નો ફોન આવ્યો હતો. જેમાં વલકુભાઈએ લાલજીભાઈને ભલામણ કરી હતી કે તેમનો દીકરો પ્રતાપ તેમની પાસે આવશે અને તેમને દાગીના છોડાવવા માટે રૂપિયાની જરૂર હોવાથી હાલમાં પૈસા આપવામાં આવે. જેથી લાલજીભાઈએ મિહિરભાઈ ને વાત કરી હતી. મિહિરભાઈએ લાલજીભાઈ સાથે ભાગીદારીમાં ધંધો હોવાથી રૂપિયા 5.40 લાખ પ્રતાપ વલકુભાઇ સાંડસુર અને રવિરાજ મલમરને આપી દીધા હતા. જોકે ત્યારબાદ બંને ઠગબાજ ઈસમે એક પણ રૂપિયો પરત નહીં આપી કે દાગીના પણ નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી મિહિરભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ મામલે પ્રતાપ અને રવિરાજ સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande