ભાવનગર , 14 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર મહાનગર ભાજપ દ્વારા મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” કાર્યક્રમ યોજાયો. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રીના માર્ગદર્શનસભર વક્તવ્યમાં 14મી ઓગષ્ટ, 1947ના ભાગલા દરમ્યાન દેશે સહન કરેલા દુઃખદ પ્રસંગોનું જીવંત વર્ણન થયું. લાખો પરિવારોએ સહન કરેલી યાતનાઓ, વિસ્થાપન અને કરુણ અનુભવોની ઝાંખી સાથે, આ દિવસના ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડાયો. તેમણે જણાવ્યું કે 15મી ઓગષ્ટની સ્વતંત્રતાની ખુશી સાથે 14મી ઓગષ્ટનું દર્દ પણ પેઢીઓ સુધી અવિસ્મરણીય રહેશે.
કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહ, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત અનેક હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા. ઉપસ્થિત સૌએ સંકલ્પ કર્યો કે આ ઐતિહાસિક દિવસનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડાશે, જેથી ભવિષ્યની પેઢી દેશના આ વિભાજનના દુઃખદ પાટા અને એકતાના મહત્વને સમજી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai