પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)14 ઑગસ્ટે પાટણ શહેરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી મશાલ રેલી દ્વારા કરવામાં આવી. આ રેલી દ્વારા દેશના ભાગલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મશાલ રેલીની શરૂઆત કડવા પાટીદારની વાડીથી થઈ હતી અને જુનાગંજ બજાર પરથી પસાર થઈને ફરી કડવા પાટીદારની વાડી ખાતે પૂર્ણ થઈ. રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન ઠાકર સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેશના ભાગલાની પીડા અને શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર