પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની NSS શાખા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સીમા જાગરણ મંચના ગુજરાત રાજ્યના સંયોજક જીવણભાઈ આહીર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જીવણભાઈ આહિરે જણાવ્યું કે 14 ઓગસ્ટની ઘટના ભારતના ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના છે. વિભાજન દરમિયાન દેશે ઘણું ગુમાવ્યું હતું અને તે સમયના દૃશ્યો રૂંવાટા ઊભા કરી દે તેવા હતા. આવી ઘટનાઓ અન્ય દેશોમાં પણ બની છે.
તેમણે વિદ્યાર્થીઓને ભારતના ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત કરાવતાં જણાવ્યું કે જે દેશ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે ઇતિહાસ બની જાય છે. દરેક વ્યક્તિનો સંકલ્પ બનશે ત્યારે ચોક્કસ અખંડ ભારત સાકાર થશે અને દેશ અખંડિત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર