ગ્રામ પંચાયત અને શાળામાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લાના રામનાથ ગ્રામ પંચાયત અને રામનાથ પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજને “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં દેશપ્રેમની ભાવના અને સ્વચ્છતાપ્રત્યે જા
ગ્રામ પંચાયત અને શાળામાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.


વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લાના રામનાથ ગ્રામ પંચાયત અને રામનાથ પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજને “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં દેશપ્રેમની ભાવના અને સ્વચ્છતાપ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજને વંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી, જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

શાળાના પ્રાંગણમાં બાળકો માટે રંગોળી સ્પર્ધા અને ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો એ તેમના કલાત્મક હુનરમાંથી દેશપ્રેમ, સ્વચ્છતા અને એકતાના સંદેશોને રંગો અને આકારોમાં જીવંત બનાવ્યા. રંગોળીમાં બાળકો એ તિરંગાનો શાનદાર પ્રતિક, સ્વચ્છ ભારત અભિયાનના ચિહ્નો અને પ્રકૃતિને સુરક્ષિત રાખવાના સંદેશોને સુંદર રીતે રજૂ કર્યા. ચિત્ર સ્પર્ધામાં પણ નાના બાળકો એ સ્વચ્છ ગામ, સ્વચ્છ શાળા અને હરિયાળીથી ભરપૂર ભારતના સ્વપ્નને આકૃતિઓ દ્વારા દર્શાવ્યું. કાર્યક્રમ દરમ્યાન ગ્રામ પંચાયતના સરપંચશ્રી એ સૌને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કર્યા અને ઘરમાં તેમજ ગામમાં સ્વચ્છતા જાળવવાની મહત્વની વાત પર ભાર મૂક્યો. શિક્ષકમંડળે પણ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનો કર્તવ્ય છે.

અંતમાં, વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા, જેથી તેઓ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે. કાર્યક્રમના અંતે સૌએ ગામ અને શાળા પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું, જેમાં કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. આ રીતે, “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રામનાથ ગામે દેશપ્રેમ અને સ્વચ્છતાનું અનોખું સંયોજન રજૂ કર્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande