આગાહી વચ્ચે કચ્છમાં ઝરમરથી ઝાપટાં, તિર્થધામ માતાના મઢમાં ઝાપટાંનો દૌર ચાલુ રહ્યો
ભુજ – કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.): જુલાઇના અંતથી ઓગસ્ટમાં અત્યાર સુધી કચ્છમાં વરસાદે રાહ જોવડાવી છે ત્યારે વધુ એક વખત આગામી દિવસોમાં ચોમાસાનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસમાં વરસાદ થવાનો છે અને તેની અસર કચ્છમાં
માતાનામઢ સંકુલ ભીંજાયું


ભુજ – કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.): જુલાઇના અંતથી ઓગસ્ટમાં અત્યાર સુધી કચ્છમાં વરસાદે રાહ જોવડાવી છે ત્યારે વધુ એક વખત આગામી દિવસોમાં ચોમાસાનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસમાં વરસાદ થવાનો છે અને તેની અસર કચ્છમાં જોવા મળી રહી છે.

સવારથી વાદળો અને સૂર્યનારાયણની સંતાકૂકડી

ગુરુવારે સવારથી કચ્છમાં સૂર્યનારાયણ અને વાદળોની સંતાકૂકડી જેવો માહોલ છવાયો હતો. વરસાદી વાતાવરણ સર્જાતાં જિલ્લાવાસીઓએ બફારાનો અનુભવ કર્યો હતો. જોકે, આકરા તાપથી છૂટકારો મળ્યો હતો. ભારે તાપ અને ગરમી ન થવાના લીધે તહેવારોની ઋતુમાં રાહત થઇ છે.

પશ્ચિમ કચ્છમાં છૂટોછવાયો વરસાદ કચ્છના પશ્ચિમના તાલુકાઓમાં સવારથી ઘનઘોર વાતાવરણ છવાયું હતું. ખાસ કરીને ભુજ તાલુકાના માનકૂવા પછીના ભાગોમાં ઝરમરથી ઝાપટા પડ્યા હતા. તો નખત્રાણા, અબડાસા, લખપતના ગ્રામીણ વિસ્તારોમાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. પ્રસિદ્ધ તિર્થધામ માતાના મઢમાં પણ ઝાપટાં વરસ્યા હતા. તહેવારોની રજાઓ અને નારાયણ સરોવરમાં સ્વામિનારાયણ મહોત્સવના લીધે મઢમાં ભાવિકોનો પ્રવાહ જોવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande