રાણપુર પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીનો ગુન્હો ઉકેલાયો: એલ.સી.બી. ટીમે રૂપિયા 29,999/- નો મુદ્દામાલ કબ્જે કર્યો
બોટાદ14 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ એલ.સી.બી. ટીમે રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો અનડિટેક્ટ ગુન્હો સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. ટીમે તપાસ દરમિયાન સંડોાયેલા આરોપીની ઓળખ કરી તેને કાબૂમાં લીધો અને તેના પાસેથી ચોરાયેલ કુલ રૂપિયા 29,999/- નો મુદ્દામ
રાણપુર પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીનો ગુન્હો ઉકેલાયો: એલ.સી.બી. ટીમે રૂપિયા 29,999/- નો મુદ્દામાલ કબ્જે કર્યો


બોટાદ14 ઓગસ્ટ (હિ.સ.)

બોટાદ એલ.સી.બી. ટીમે રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો અનડિટેક્ટ ગુન્હો સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. ટીમે તપાસ દરમિયાન સંડોાયેલા આરોપીની ઓળખ કરી તેને કાબૂમાં લીધો અને તેના પાસેથી ચોરાયેલ કુલ રૂપિયા 29,999/- નો મુદ્દામાલ કબ્જે કર્યો.

પોલીસ સૂત્રો અનુસાર, રાણપુર વિસ્તારમાં મોબાઈલ ચોરીની ફરિયાદ બાદ એલ.સી.બી. ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને સ્થાનિક ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં પ્રાપ્ત થયેલા સુત્રો પર કાર્યવાહી કરતા આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી. ચોરાયેલ મોબાઈલ ફોન તથા સંબંધિત સામાનને કાયદેસરની કાર્યવાહી કરીને ફરિયાદીને પરત અપાવવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું કે ચોરીના ગુનાઓને અટકાવવા માટે નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે, તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ. એલ.સી.બી. ટીમના આ ઝડપી અને સફળ ગુન્હા ઉકેલવાના પ્રયાસની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે, જેનાથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande