જામનગરની સેન્ટ ઝેવિયર્સ શાળાને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની મિશનરી શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવતા હોવાનું જગજાહેર છે, ત્યારે એક બાળકનું એલસી તેના વાલીને પધરાવી દેવાના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ ખાનગી શાળાને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જામનગરની સેન્ટ ઝેવિયર્
ડીઈઓ


જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની મિશનરી શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવતા હોવાનું જગજાહેર છે, ત્યારે એક બાળકનું એલસી તેના વાલીને પધરાવી દેવાના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ ખાનગી શાળાને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

જામનગરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં યુકેજીમાં અભ્યાસ કરતા એક બાળકના વાલી શબનમબેન અને શાળામાં શિક્ષક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી સેન્ટ ઝેવિયર્સ શાળાના આચાર્ય દ્વારા આ બાળકને શાળા છોડવાનું (એલસી) પ્રમાણપત્ર તેના વાલીને પકડાવી દીધું હતું. આખરે મામલો જામનગર જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પહોંચ્યો હતો જ્યાં બન્ને પક્ષની દલીલો તેમણે સાંભળી હતી અને આ બાબતમાં શિક્ષણના કાયદાનો ભંગ થાય છે તેમ જણાતા શાળાના સંચાલકને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારતો નિર્ણય જાહેર કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande