વાઘોડિયા પંચાયત ઘરને રૂ 1 કરોડ 60 લાખના ખર્ચ થી નવનિર્માણ કરવામાં આવશે
વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લામાં ગામોના વિકાસ માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયત્નોના ભાગરૂપે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગામ કરમશીયા, સરણેજ અને જેસંગપુરા તેમજ વડોદરા તાલુકાના ગામ આસોજ, લાલજીપુરા અને કરચીયા
વાઘોડિયા પંચાયત ઘર ને રૂ 1 કરોડ 60 લાખ ના ખર્ચ થી નવનિર્માણ કરવામાં આવશે.


વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લામાં ગામોના વિકાસ માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયત્નોના ભાગરૂપે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગામ કરમશીયા, સરણેજ અને જેસંગપુરા તેમજ વડોદરા તાલુકાના ગામ આસોજ, લાલજીપુરા અને કરચીયાના પંચાયત ઘરોના નવનિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ તમામ પ્રોજેક્ટ પર અંદાજીત રૂ. 1 કરોડ 60 લાખનો ખર્ચ થવાનો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત ઘર માત્ર એક કચેરી તરીકે જ નહીં, પરંતુ ગામના લોકો માટે મહત્વનું બેઠક સ્થળ, યોજનાઓના અમલીકરણનું કેન્દ્ર અને સામાજિક પ્રવૃત્તિઓનું મંચ પણ છે. વર્ષો જૂના તથા બિસ્માર હાલતમાં આવેલા પંચાયત ઘરોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃનિર્માણ કરવાથી ગામના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે.

નવા પંચાયત ઘરોમાં મજબૂત માળખું, જરૂરી ફર્નિચર, વીજળીની સુવિધા, સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી અને વિવિધ શાસકીય કાર્યો માટે અલગ વિભાગો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગામના લોકો અહીં વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન મેળવી શકશે, સરકારી દસ્તાવેજી કામ કરી શકશે અને બેઠક યોજી શકશે. આ નવનિર્માણથી સરકારી કામકાજ વધુ સુગમ બનશે અને ગ્રામ્ય વહીવટ વ્યવસ્થામાં પારદર્શિતા વધશે.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાભૂત સુવિધાઓના વિકાસ માટે આવા અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજનાથી માત્ર માળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ ગામમાં સામાજિક એકતા અને વિકાસના નવા અવસરો સર્જાશે. સ્થાનિક લોકો આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને અપેક્ષા રાખી રહ્યા છે કે આ કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થશે. આવનારા સમયમાં આ નવનિર્માણ પામેલા પંચાયત ઘરો ગામના વિકાસના કેન્દ્રબિંદુ બની રહેશે અને ગામવાસીઓ માટે ગૌરવનું કારણ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande