પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે વારાહી મુકામે સરકારી રમતગમત મેદાન, લીમગામડા રોડ પર યોજાશે. 15મી ઓગસ્ટે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે ધ્વજવંદન, હર્ષધ્વની અને રાષ્ટ્રગાન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ અને અશ્વ શો જેવા કાર્યક્રમો યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આજે યોજાયેલા રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર વી.એસ. બોડાણા, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું સફળ રિહર્સલ થયું હતું. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે કાર્યક્રમ સ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ વ્યવસ્થાઓ સુચારૂ રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર