ભાવનગર , 14 ઓગસ્ટ (હિ.સ.): હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરના ઉતર સરદારનગર વિસ્તારના તરસમિયા વોર્ડ, બુથ નં. 194 ખાતે મારા નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલી આ અનોખી પહેલમાં સ્થાનિક રહીશો પણ જોડાયા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
તિરંગા લહેરાવાની સાથે રાષ્ટ્રીય ગીત ગવાયું અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા. ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર એક પ્રતીકાત્મક કાર્યક્રમ નથી, પરંતુ એ રાષ્ટ્રના ગૌરવ, સ્વતંત્રતાની ઉજવણી અને દેશના પ્રત્યેક નાગરિકની જવાબદારીનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે લોકોને રાષ્ટ્રીય ધ્વજનો યોગ્ય માનસન્માન જાળવવા અને તેને સંવેદનશીલતાથી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે સૌએ તિરંગાની છત્રછાયામાં દેશની સેવા માટે સમર્પિત રહેવાનો સંકલ્પ લીધો અને એકતા, ભાઈચારો અને દેશપ્રેમના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai