પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)તા. 08 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલા ઓલ ગુજરાત અબાકસ સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં સિદ્ધપુરની યુનિવર્સલ એકેડમીના વિદ્યાર્થીઓએ વડોદરા ખાતે ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં પંચાલ દિવ્યએ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો, જ્યારે પ્રજાપતિ દેવમે 1st રનર-અપનો વિજય મેળવ્યો હતો. આ સિદ્ધિ યુનિવર્સલ એકેડમી અને સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ બની હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર