વડોદરા શહેરના વોર્ડ-૧૦ માં વિવિધ કામોને મંજૂરી અપાઈ
વડોદરા 14 ઓગસ્ટ (હિ.સ.): આજે વડોદરા શહેરના વોર્ડ-૧૦ માં આવેલા ભાયલી વિસ્તારમાં સ્થિત બળિયાદેવ મંદિરે રૂ. ૩.૭૫ લાખના ખર્ચે પેવર બ્લોકના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ યોજાનાર પેવર બ્લોકનું કામ મંદિર પરિસરની સુંદરતા વધારવા ઉપરાંત,
વોર્ડ-૧૦ માં વિવિધ કામો ને મંજૂરી અપાઈ


વડોદરા 14 ઓગસ્ટ (હિ.સ.): આજે વડોદરા શહેરના વોર્ડ-૧૦ માં આવેલા ભાયલી વિસ્તારમાં સ્થિત બળિયાદેવ મંદિરે રૂ. ૩.૭૫ લાખના ખર્ચે પેવર બ્લોકના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ યોજાનાર પેવર બ્લોકનું કામ મંદિર પરિસરની સુંદરતા વધારવા ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓ અને ભક્તજનો માટે સુવિધા પ્રદાન કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય ધરાવે છે. વરસાદી મોસમમાં કાદવ, પાણી ભરાવાની સમસ્યા તેમજ ધૂળમાટી જેવી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે.

ખાત્મુહૂર્ત પ્રસંગે મારી સાથે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, સ્થાનિક કાઉન્સિલરો, શહેર તેમજ વોર્ડ પદાધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંદિરના પૂજારી તથા ટ્રસ્ટના સભ્યો દ્વારા આગંતુકોનું સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ વિકાસ કાર્યોને સ્થાનિક લોકો માટે મળેલ મહત્વપૂર્ણ ભેટ તરીકે ગણાવવામાં આવ્યા અને ભાયલી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. આ અવસરે વડોદરા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ભાયલી વિસ્તાર શહેરના વિકસતા વિસ્તારોમાંનો એક છે અને અહીં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભાજપ સરકાર સતત કાર્યરત છે. પેવર બ્લોકનું નિર્માણ કાર્ય પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓએ પણ આ કાર્ય માટે આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ખાતમુહૂર્ત પછી હવન અને પૂજન વિધિ યોજાઈ, જેમાં તમામ આગંતુકોએ ભાગ લીધો. વિકાસના આ કાર્યથી ભક્તજનોને મંદિરે આવતા-જતા વધુ સુવિધા મળશે અને વિસ્તારનો સૌંદર્ય પણ વધશે. આ પ્રસંગે સૌએ મળીને ભાયલી વિસ્તારના આગલા વિકાસ માટે શુભેચ્છાઓ આપી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande