-હર ઘર સ્વચ્છતા, સ્વદેશી ખરીદી અને ઑપરેશન સિંદૂર મુદ્દે સંવાદ
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) હર ઘર સ્વચ્છતા અભિયાન, સ્વદેશી વસ્તુઓની ખરીદીના પ્રોત્સાહન અને ભારતીય સૈન્યના “ઑપરેશન સિંદૂર” મુદ્દે મહેસાણા તથા પાટણ જિલ્લાના પ્રમુખઓ, ધારાસભ્યો, સાંસદ તથા મંડળ પ્રમુખઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંવાદ યોજાયો.
આ સંવાદ દરમિયાન હર ઘર સ્વચ્છતા અભિયાનને ઘેરેઘરે પહોંચાડવા, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સફાઈ અંગે જનજાગૃતિ વધારવા માટેની યોજના પર ચર્ચા થઈ. સ્વદેશી વસ્તુઓની ખરીદી દ્વારા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ.
ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલા “ઑપરેશન સિંદૂર” વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને દેશભક્તિના ભાવ સાથે સૈનિકોના યોગદાનને સલામ કરવામાં આવ્યું. સંવાદ દરમિયાન ઉપસ્થિત લોકોએ પોતાના વિસ્તારની સ્થિતિ, પડકારો તથા સુધારા માટેના સૂચનો રજૂ કર્યા.
કાર્યક્રમના અંતે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ સંકલ્પ કર્યો કે આ ત્રણેય મુદ્દાઓને સાર્થક બનાવવા માટે તનમનથી પ્રયત્ન કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR