પુણાગામના હીરાના વેપારી સાથે પાઘડાળ બંધુઓ દ્વારા 16.77 લાખની છેતરપિંડી ગુનો નોંધ્યો
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને બે સગા ભાઇઓએ સાથે મળી રૂપિયા 16.77 લાખનો ચૂનો ચોપડયો છે. બંને ઠગ બાજ બંધુઓએ પાઘડાળ બંધુઓએ રૂપિયા 16.77 લાખના હીરાનો માલ ખરીદી કરી પૈસા નહીં ચૂકવી હાથ ઊ
પુણાગામના હીરાના વેપારી સાથે પાઘડાળ બંધુઓ દ્વારા 16.77 લાખની છેતરપિંડી ગુનો નોંધ્યો


સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને બે સગા ભાઇઓએ સાથે મળી રૂપિયા 16.77 લાખનો ચૂનો ચોપડયો છે. બંને ઠગ બાજ બંધુઓએ પાઘડાળ બંધુઓએ રૂપિયા 16.77 લાખના હીરાનો માલ ખરીદી કરી પૈસા નહીં ચૂકવી હાથ ઊંચા કરી દીધા હતા. જેથી આખરે ભોગ બનનાર હીરાના વેપારીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી આ વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવડકી ગામના વતની અને સુરતમાં પુણાગામ યોગીચોક વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય સુરેશભાઈ મોહનભાઈ સાવલિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પુણાગામમાં કારગિલ ચોક ની બાજુમાં નારાયણ નગરમાં તેમની ઓફિસ આવેલી છે. ગત તારીખ 30/8/2024 ના રોજ બારડોલીના બાબેન ખાતે આવેલ અવધ લાઇફ સ્ટાઇલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ભરતભાઈ વશરામભાઈ પાઘડાળ અને તેની સાથે જ રહેતા તેના ભાઈ ગીરીશભાઈ વશરામભાઈ પાઘડાળએ ભેગા મળી સુરેશભાઈ સાવલિયા પાસેથી રૂપિયા ૧૬.૭૭ લાખના હીરાનો માલ ખરીદી કર્યો હતો. ત્યારબાદ બંને ભાઈઓએ ટૂંક સમયમાં પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો પરંતુ એક પણ રૂપિયો નહીં આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ સુરેશભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભરત પાઘડાળ અને ગિરીશ પાઘડાળ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande