અડાજણમાં ફ્લેટ પર ગેરકાયદે કબ્જો જમાવનાર આધેડ મહિલા સામે ગુનો નોંધાયો
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર રહેતી મહિલાએ અડાજણ વિસ્તારમાં જ એક ફ્લેટની ખરીદી કરી હતી. જોકે આ ફ્લેટ ખરીદ્યા બાદ તમામ રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ મહિલાએ કબજો ખાલી નહીં કરી ફ્લેટ આપ્યો ન હતો. જેથી આધારે ભોગ બનનારે આ મ
અડાજણમાં ફ્લેટ પર ગેરકાયદે કબ્જો જમાવનાર આધેડ મહિલા સામે ગુનો નોંધાયો


સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર રહેતી મહિલાએ અડાજણ વિસ્તારમાં જ એક ફ્લેટની ખરીદી કરી હતી. જોકે આ ફ્લેટ ખરીદ્યા બાદ તમામ રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ મહિલાએ કબજો ખાલી નહીં કરી ફ્લેટ આપ્યો ન હતો. જેથી આધારે ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે આધેડ મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, અડાજણ વિસ્તારમાં આનંદમહેલ રોડ પર માર્કેટ ખાતે રહેતા બીનીતાબેન સરજુભાઈ વાસવાણીએ ગતરોજ અડાજણ પોલીસ મથકમાં જીગીત્સાબેન જગદીશભાઈ મિસ્ત્રી (રહે એ 401 શિવ શક્તિ એપાર્ટમેન્ટ અડાજણ) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓ જણાવ્યું હતું કે તેઓએ જીગીત્સાબેન પાસેથી શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 વાળો ફ્લેટ ખરીદી કરી લીધો હતો અને જેના માટેની તમામ રકમ પણ તેમને ચૂકવી આપી હતી અને દસ્તાવેજ પણ કરી દીધો હતો. જોકે ત્યારબાદ જીગીત્સાબેન મિસ્ત્રીએ આ ફ્લેટ ખાલી કરવાની જગ્યાએ સમય પસાર કરી ગલ્લાકર્યા કર્યા હતા અને છેલ્લા પાંચ વર્ષથી ફ્લેટ પરનો કબજો ખાલી કર્યો ન હતો. જેથી આખરે ભોગ બનનાર બીનીતાબેનએ આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 50 વર્ષીય જીગીત્સાબેન મિસ્ત્રી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande