પાટણ જિલ્લામાં દેશભક્તિપૂર્વક 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલમાં થઈ, જેમાં ગામડાંથી લઈને શહેરો, ઘર, દુકાનો, ઓફિસો, શાળાઓ અને સરકારી ઇમારતો પર તિરંગો લહેરાયો. વારાહી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલ
પાટણ જિલ્લામાં દેશભક્તિપૂર્વક 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો


પાટણ જિલ્લામાં દેશભક્તિપૂર્વક 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો


પાટણ જિલ્લામાં દેશભક્તિપૂર્વક 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો


પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલમાં થઈ, જેમાં ગામડાંથી લઈને શહેરો, ઘર, દુકાનો, ઓફિસો, શાળાઓ અને સરકારી ઇમારતો પર તિરંગો લહેરાયો. વારાહી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું. કાર્યક્રમમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, અશ્વ શો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન યોજાયું.

પાટણ શહેરના બગવાડા ચોક ખાતે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં ધ્વજવંદન યોજાયું, જેમાં ચીફ ઓફિસર હિરલ ઠાકર, નગરસેવકો અને શાળાના બાળકો હાજર રહ્યા. 44માંથી માત્ર 6 કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય પક્ષોના કાર્યાલયોમાં પણ ઉજવણી થઈ. ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે જિલ્લા પ્રમુખ રમેશ સિંધવે અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ ધ્વજવંદન કર્યું, જેમાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડો. કે.સી. પોરીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ અને સ્ટાફ હાજર રહ્યા. પાટણ સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત કર્મચારી મુકેશભાઈના હસ્તે ધ્વજવંદન અને પાટણ આઈએમએ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande