સરકારી કન્યા છાત્રાલય, વિસનગર ખાતે 15 ઓગસ્ટ 2025ના રોજ દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદના કાર્યક્રમ યોજાયો હતો
મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.) નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મહેસાણા હસ્તકની સરકારી કન્યા છાત્રાલય, વિસનગર ખાતે 15 ઓગસ્ટ 2025ના રોજ દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદના કાર્યક્રમ યોજાયો હતો. પ્રાત:કાળે છાત્રાલયના પરિસરમાં ભવ્ય રીતે તિરંગ
સરકારી કન્યા છાત્રાલય, વિસનગર ખાતે 15 ઓગસ્ટ 2025ના રોજ દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદના કાર્યક્રમ યોજાયો હતો


મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.)

નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મહેસાણા હસ્તકની સરકારી કન્યા છાત્રાલય, વિસનગર ખાતે 15 ઓગસ્ટ 2025ના રોજ દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદના કાર્યક્રમ યોજાયો હતો. પ્રાત:કાળે છાત્રાલયના પરિસરમાં ભવ્ય રીતે તિરંગા ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાનની ગુંજ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો. કાર્યક્રમમાં છાત્રાલયના સુપરિન્ટેન્ડન્ટ, સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

ધ્વજ વંદના બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, કવિતાઓ અને ભાષણો રજૂ કરવામાં આવ્યા. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને યાદ કરી, તેમની બલિદાનગાથાનું સ્મરણ કરવામાં આવ્યું. નાયબ નિયામકશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ, એકતા અને સમાજ સેવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ પ્રસંગે છાત્રાલયમાં સ્વચ્છતા અભિયાન તથા વ્રક્ષારોપણ જેવા રાષ્ટ્રીય ફરજના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા. કાર્યક્રમનું સંચાલન છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું અને અંતે મીઠાઈ વિતરણથી ઉજવણી પૂર્ણ થઈ. આ રીતે સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના સાથે વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને પ્રેરણા સંચારિત થઈ.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande