તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ અમરેલી તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલો મોબાઇલ માલિકને પરત
અમરેલી, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઇલ સફળતાપૂર્વક શોધી માલિકને પરત અપાયો. માહિતી મુજબ, અરજદારએ પોતાનો મોબાઇલ ગુમ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેના
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ અમરેલી તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલો મોબાઇલ માલિકને પરત


અમરેલી, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઇલ સફળતાપૂર્વક શોધી માલિકને પરત અપાયો. માહિતી મુજબ, અરજદારએ પોતાનો મોબાઇલ ગુમ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેના આધારે પોલીસ દ્વારા CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી.

પોલીસની તકેદારી અને ટેક્નોલોજીની સહાયથી ગુમ થયેલ મોબાઇલનું લોકેશન ટ્રેસ કરી તેને કબ્જે લેવામાં આવ્યો. ત્યારબાદ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને મોબાઇલ તેના મૂળ માલિકને સોપવામાં આવ્યો.

મોબાઇલ પરત મળતા અરજદારએ અમરેલી તાલુકા પોલીસનો આભાર માન્યો અને તેમની ઝડપી તેમજ પ્રામાણિક કામગીરીની પ્રશંસા કરી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે “તેરા તુજકો અર્પણ” અભિયાનનો હેતુ ગુમ થયેલ માલસામાન માલિકોને પરત આપી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો છે. આ કાર્યવાહી પોલીસ તંત્રની કાર્યક્ષમતા અને જનસેવાના પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande