પોરબંદર: દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ભરી દીધું
પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.): 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે પોરબંદર ખાતે રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગુજરાત પોલીસના જવાનો દ્વારા બાઈક સ્ટંટ શો, હોર્સ શો, ડોગ શો, યોગ નિદર્શ
દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ભરી દીધું.

પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.): 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે પોરબંદર ખાતે રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગુજરાત પોલીસના જવાનો દ્વારા બાઈક સ્ટંટ શો, હોર્સ શો, ડોગ શો, યોગ નિદર્શન, મહિલા રાયફલ ડ્રિલની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી.આ તકે પોલીસ જવાનોએ વિવિધ પ્રકારની યોગ મુદ્રાઓ રજૂ કરતા વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિતજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પોલીસની 71 મહિલા કર્મચારીઓ દ્વારા રાયફલ ડ્રીલ સાથે વિવિધ ફોર્મેશન રજુ કરાયા હતા. રાયફલને રમકડાની જેમ ફેરવવી, ગોળ સર્કલ બનાવી અલગ અલગ એકસરસાઇઝ, દરિયાના મોજા જેવી દેખાતી લહેરો બનાવવી સહિત કરતબ રજૂ કર્યા હતા.

આ ઉપરાંત, નર્મદા માતાની અમરકંટકથી નિકળી અરબ સાગર સુધીની સફરની ગાથા નૃત્યનાટિકાના માધ્યમથી અદભૂત રીતે રજૂ કરાઈ હતી. વાદળી કલરના દુપટ્ટા સાથે નદીની પ્રતિકૃતિ, બળદ ગાડા અને ખેડૂત સાથે હળ, દાતરડા અને કૃષિના ઓજારો, નદી કિનારે વસતા માછીમારો, ભગવાન શિવની પ્રતિકૃતિ અને પરીક્રમા કરતા સાધુ સંતો, પક્ષીઓ અને પ્રાણીઓની પ્રતિકૃતિઓ, નદી કિનારે વસતા લોકો ભાતિગળ પોષાકમાં, નર્મદા ડેમની પ્રતિકૃતિ, સરદાર પટેલની ભવ્ય પ્રતિમા, ‘હર ઘર જલ’ સહિતની બાબતો આ પ્રસ્તુતિમાં આવરી લીધી હતી. તેમજ મા રેવાની આરતીએ જોનારા સૌને ભાવવિભોર કરી દીધા હતા.

આ ઉપરાંત, પોલીસ જવાનો દ્વારા બાઈકના વિવિધ સ્ટંટ શો રજૂ કરાયા હતા. જેમાં બાઈક પર ઉભા રહી મહાનુભાવોનું અભિવાદન કરવું, તિરંગા અને યુનિટ ફલેગ ફરકાવવો, કમળ, નમસ્તેની પ્રતિકૃતિ સમાન દેખાતું ફોર્મેશન બનાવવું સહિતના ફોર્મેશન જોઈ સમગ્ર વાતાવરણ ઉર્જા અને રોમાંચથી ભરાઈ ગયું હતું. સુદામા અને મેર સમાજની પરંપરાગત વેશભૂષામાં બાઇક પર રજૂ થતા વિવિધ ફોર્મેશનોએ અબાલ વૃદ્ધને પ્રસન્ન કરી દીધા હતા. આ ઉપરાંત, પોલીસના શ્વાનદળ દ્વારા શ્વાનના વિવિધ સ્ટંટ અને ગુના શોધખોળમાં શ્વાનનો ઉપયોગ થાય તે રજૂ કરાયુ હતું.

માઉન્ટેડ હોર્સ-શો અંતર્ગત ફ્લેક, હાઈ જંપ, ભાલાના માધ્યમથી જમીન પરથી પેગ ઉપાડવું, સ્ટેન્ડિંગ સેલ્યુટ; જેમાં પુરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપર રાષ્ટ્રધ્વજ સાથે મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોનું અભિવાદન કરવા સહિતના દિલધડક કરતબને તમામ દર્શકોને અચંભિત કર્યા હતા. તાળીઓના ગડગડાટ સાથે પ્રેક્ષકોએ આ પ્રસ્તુતિઓને વધાવી લેતી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande