વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાવનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા “મૌન મશાલ રેલી”નું આયોજન
ભાવનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે ભાજપ ભાવનગર શહેર યુવા મોરચા દ્વારા “મૌન મશાલ રેલી”નું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો, આગેવાનો અને નાગરિકોએ સહભાગી થઈ ૧૯૪૭ના વિભાજનની દુઃખદ યાદોને શ્રદ્ધાંજ
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાવનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા “મૌન મશાલ રેલી”નું આયોજન


ભાવનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે ભાજપ ભાવનગર શહેર યુવા મોરચા દ્વારા “મૌન મશાલ રેલી”નું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો, આગેવાનો અને નાગરિકોએ સહભાગી થઈ ૧૯૪૭ના વિભાજનની દુઃખદ યાદોને શ્રદ્ધાંજલિ અર્પી.

મશાલ રેલી દરમિયાન તમામ સહભાગીઓએ મૌન પાળી વિભાજન દરમિયાન પોતાના પ્રાણ ગુમાવનાર લાખો પીડિતોને યાદ કર્યા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જ્યાં દેશભક્તિના સૂત્રો અને રાષ્ટ્રની એકતા માટેના સંદેશાઓ પ્રસરાવવામાં આવ્યા.

આ પ્રસંગે યુવા મોરચાના આગેવાનો દ્વારા જણાવ્યું કે વિભાજન વિભીષિકા દિવસ આપણને એકતા, ભાઈચારો અને દેશની અખંડિતતા જાળવવાની પ્રેરણા આપે છે. રેલીના અંતે સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો સંકલ્પ લીધો. આ મૌન મશાલ રેલી દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બની રહી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande