દૂધ સાગર ડેરીનો નવો પ્રયોગ: એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીથી પશુપાલકોને નફો અને દૂધ ઉત્પાદનમાં વધારો
મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા સ્થિત દૂધ સાગર ડેરીએ પશુપાલકો માટે અદ્યતન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી (IVF-ET)નો પ્રયોગ શરૂ કર્યો છે. આ ટેક્નોલોજી અંતર્ગત, ઓછી દૂધ આપતી ગાય અને ભેંસના ગર્ભમાં શ્રેષ્ઠ જાતની ગાય અથવા ભેંસના અંડકોષ અને શ્રેષ્ઠ ગુણ
દૂધ સાગર ડેરીનો નવો પ્રયોગ — એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીથી પશુપાલકોને નફો અને દૂધ ઉત્પાદનમાં વધારો


દૂધ સાગર ડેરીનો નવો પ્રયોગ — એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીથી પશુપાલકોને નફો અને દૂધ ઉત્પાદનમાં વધારો


દૂધ સાગર ડેરીનો નવો પ્રયોગ — એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીથી પશુપાલકોને નફો અને દૂધ ઉત્પાદનમાં વધારો


મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા સ્થિત દૂધ સાગર ડેરીએ પશુપાલકો માટે અદ્યતન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી (IVF-ET)નો પ્રયોગ શરૂ કર્યો છે. આ ટેક્નોલોજી અંતર્ગત, ઓછી દૂધ આપતી ગાય અને ભેંસના ગર્ભમાં શ્રેષ્ઠ જાતની ગાય અથવા ભેંસના અંડકોષ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા શુક્રાણુથી લેબોરેટરીમાં તૈયાર કરાયેલા એમ્બ્રિયો રોપવામાં આવે છે. પરિણામે, જન્મનાર નવું વાછરડું વધારે દૂધ આપનાર બને છે અને તેની આગલી પેઢી પણ આ ગુણવત્તા જાળવે છે, જે પશુપાલકોને લાંબા ગાળે વધુ નફો આપે છે.

આ યોજના NDDB અને અમૂલ ફેડરેશનના સહયોગથી મહેસાણાના જગુદણ કેન્દ્ર ખાતે શરૂ થઈ છે. સામાન્ય રીતે એક એમ્બ્રિયો ટ્રાન્સફરનો ખર્ચ લગભગ ₹15,000 જેટલો આવે છે, પરંતુ સરકાર અને ફેડરેશનની સહાયથી આ સેવા હાલમાં માત્ર ₹2,500 માં ઉપલબ્ધ કરાઈ છે. દૂધ સાગર ડેરી હાલ આ યોજના 1,200 થી વધુ દૂધ મંડળીઓમાં ચલાવી રહી છે. પ્રયોગના પ્રારંભિક તબક્કામાં આશરે 22% સફળતા નોંધાઈ છે અને ભવિષ્યમાં આ દર વધારવાનો લક્ષ્યાંક છે.

આ ટેક્નોલોજીથી પશુપાલકોને ઉત્તમ ગુણવત્તાવાળા પશુ મળી રહે છે અને પશુ માવજત પાછળનો વધારાનો ખર્ચ ઘટે છે. ઓછી દૂધ આપતી ગાય કે ભેંસને બદલી નાખવાની જરૂર નથી, પરંતુ તેના ગર્ભમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળો એમ્બ્રિયો રોપીને નવીન પેઢી ઉભી કરી શકાય છે. આથી એક જ પગલામાં ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદનમાં વધારો — બંને હેતુ હાંસલ થાય છે. દૂધ સાગર ડેરીનો આ પ્રયાસ ઉત્તર ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં નવો યુગ શરૂ કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande