હરિયાણાના હિસારના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સામે જાસૂસી કેસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ
હિસાર, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર જેલમાં બંધ હિસારના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સામે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એ કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસનો દાવો છે કે, આ રિપોર્ટ ત્રણ મહિનાની સઘન
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા- ફાઈલ ફોટો


હિસાર, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર જેલમાં બંધ હિસારના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સામે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એ કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસનો દાવો છે કે, આ રિપોર્ટ ત્રણ મહિનાની સઘન તપાસ અને નક્કર પુરાવાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક (એસપી) શશાંક કુમાર સાવને શુક્રવારે જણાવ્યું હતું કે, જ્યોતિ લાંબા સમયથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ના એજન્ટોના સંપર્કમાં હતી અને ભારત વિરોધી માહિતી શેર કરતી હતી. જ્યોતિ મલ્હોત્રા પહેલા સામાન્ય યુટ્યુબર્સની જેમ બ્લોગ કરતી હતી, પરંતુ પાકિસ્તાનની મુલાકાત પછી, તે પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં આવી હતી અને તેમની સાથે લાંબી વાતચીત કરતી હતી. જ્યોતિના મોબાઇલની તપાસ કરતાં, પાકિસ્તાન હાઇ કમિશનમાં પોસ્ટ કરાયેલા એહસાન-ઉર-રહીમ દાનિશ અલી સાથે લાંબી વાતચીત થાય છે. જ્યોતિ ISI એજન્ટો શાકિર, હસન અલી અને નાસિર ઢિલ્લો સાથે વાત કરતી હતી.

તેમણે જણાવ્યું કે, જ્યોતિ મલ્હોત્રા કેસમાં એસઆઈટી ની રચના કરવામાં આવી હતી. આ એસઆઈટી માં ડીએસપી સુનિલ, ઇન્સ્પેક્ટર નિર્મલા, સાયબર સેલ ઇન્ચાર્જ અમિત, સ્પેશિયલ સ્ટાફના એસઆઈ સતપાલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્રણ મહિનાની સખત મહેનત પછી, એસઆઈટી એ કોર્ટમાં 2500 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

તેમણે જણાવ્યું કે, જ્યોતિ મલ્હોત્રા કેસમાં પોલીસે પહેલગામ હુમલાની તપાસ પેન્ડિંગ રાખી છે. એસઆઈટી હાલમાં તપાસ કરી રહી છે કે, પહેલગામ હુમલામાં જ્યોતિ મલ્હોત્રા કેટલી સંડોવાયેલી હતી. પહેલગામ હુમલા પછી જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન ગઈ હતી. એટલું જ નહીં, જ્યોતિએ પહેલગામમાં વીડિયો પણ શૂટ કર્યા હતા. આ કેસમાં તેની સંડોવણીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ્વર / સંજીવ શર્મા / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande