હૈદરાબાદ, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.). હૈદરાબાદના રામનાથપુરના ગોકુલનગરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી માટે કાઢવામાં આવી રહેલી શોભાયાત્રા દરમિયાન એક રથ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો. ઇલેક્ટ્રિક શોકને કારણે પાંચ લોકોના મોત થયા. રવિવારે મધ્યરાત્રિ પછી શોભાયાત્રા પૂર્ણ થઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકો ખરાબ રીતે સળગી ગયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રચકોંડાના એસએચઓ ઉપ્પલ કે ભાસ્કરે, આ ઘટનાની પુષ્ટિ કરી છે.
મૃતકોની ઓળખ કૃષ્ણ યાદવ (21), સુરેશ યાદવ (34), શ્રીકાંત રેડ્ડી (35), રુદ્રવિકાસ (39) અને રાજેન્દ્ર રેડ્ડી (45) તરીકે થઈ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ