દહેરાદુન, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.)
કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કર્યા પછી સોમવારે સવારે 9:00 વાગ્યે,
યાત્રાળુઓનું ચોથું જૂથ ભારતીય સરહદમાં પ્રવેશ્યું. ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના જવાનોએ,
પિથોરાગઢના લિપુલેખ પાસ પર, યાત્રાળુઓનું સ્વાગત કર્યું.
રસ્તાની અનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ જૂથ આજે જ
ધારચુલા પહોંચશે, જ્યાં યાત્રાળુઓ
માટે જરૂરી વ્યવસ્થાઓ, સુનિશ્ચિત
કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિનોદ ગોસ્વામીએ જણાવ્યું હતું કે,”
યાત્રાળુઓની સુરક્ષા અંગે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. યાત્રાળુઓ માટે તમામ
વ્યવસ્થા કરવામાં આવી છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ