બીજાપુર, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) નક્સલીઓએ સોમવારે સવારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા બીજાપુરમાં ભોપાલપટ્ટનમના ઉલ્લુર વિસ્તારના જંગલોમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો, જેમાં ડીઆરજી (જિલ્લા રિઝર્વ ગાર્ડ)નો એક જવાન શહીદ થયો હતો. જવાનની ઓળખ દિનેશ નાગ તરીકે થઈ છે.
વિસ્ફોટમાં ત્રણ જવાન ઘાયલ થયા છે, જેમની ભોપાલપટ્ટનમ આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. બીજાપુર પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ